Saturday, July 14, 2012

મુંબઈ મારી નજરે

લોકલ ટ્રેન નો અવાજ , લોકલ સ્ટેશન પર કીડીયારું ઉભરાયું હોય એ હદે માનવ મહેરામણ, ૧૦ રૂપિયાના વડાપાઉં ઉપર આખા દિવસનો ગુજારો, સત્તત ચાલતા જ રહેવાનું... આ બધા શબ્દો માત્ર ને માત્ર એક જ શહેર માટે વાપરી શકાય... બોમ્બે... આમચી મુંબઈ!!
હમણાં ફ્રેન્ડ્સ સાથે બોમ્બે ટુ ગોઆ જવાનું થયું... બીઝી બીઝી લાઈફમાં એક નાનકડો બ્રેક લેવા... કારણકે ખબર છે કે ક્યારેક બ્રેક મળશે જ નહિ !! ;) 
બોમ્બે જવાનો પહેલો અનુભવ (સમજી શકાય એવી થોડી ઘણી બુદ્ધિ મેળવ્યા પછી ;))
થેન્કફૂલી અમે આ વખતે અમદાવાદથી મુંબઈ ટ્રેનમાં ગયા હતા.. એટલે હું નેચરનો સાક્ષાત્કાર કરી શક્યો . રસ્તામાં બરોડા આવ્યા ત્યારે એક દ્રશ્ય પર કવિતા લખાઈ ગઈ જે મારા માટે તો અદભુત ક્ષણ હતી... અને એ.સી ટ્રેનમાં બેસવું ફાવે જ નહિ, કારણકે બહાર આટલો સરસ નજરો હોય તો સાવ શાંત બેઠેલા લોકો સાથે ના બેસી શકાય... એટલે આપણે ટ્રેનના દરવાજા પાસે ઉભા રહી ગયા અને નેચર જોડે વાતો અને એની વાહ વાહ કરવાનું શરુ કર્યું....(ટ્રેનના દરવાજા પાસે બેસવાનું પણ એક ડ્રીમ હતું એ પૂરું થયું ;)) બેકગ્રાઉન્ડમાં ટ્રેનનો અને પાટા બદલવાનો સતત અવાજ, સાથે અમુક પક્ષીઓ હેલ્લો કહીને જાય, અમુક ચાલી આગળથી પસાર થાય ત્યારે લોકોના ઝઘડા અને મજાથી નાચતા કુકડા ...
ત્યાંજ મારા મગજમાં ઝબકારો થયો કે કેમેરો લઇ આવ, અને આ બધું ક્લિક કર માય ડીયર ક્લીકર! પણ અંદરથી ધરાર ના પડી કારણકે કેમેરો લઇ આવું ત્યાં સુધીમાં જે જે પળ હું ચુકી જાઉં એના કરતા તો કેમેરા વગર આંખોના કેમેરાથી આ પળને મનમાં કંડારી લઉં તો કેવું?
લગભગ ૨ કલાક હું એક જ જગ્યા એ ઉભો ઉભો આ ભાગતા નેચરને માણતો રહ્યો...
ત્યાંજ વાતાવરણમાં થોડી અલગ સુગંધ પ્રસરી... અલગ પહેરવેશમાં લોકો , ખેતરમાં ઉભા હોય , ચાસ પાડતા હોય , લલણી કરતા હોય, દરિયા ઉપર મોટી મોટી બોટ્સ હોય જેમાં કાચો માલ ટ્રાન્સફર થતો હોય, એટલે સમજી ગયો કે મહારાષ્ટ્રમાં આપણે આવી ગયા. એટલે બે કલાક ઉભા ઉભા નેચરને માણવાનો થોડો ઘણો થાક હતો એ મારી ઉત્સુકતામાં ક્યાંય ગુમ થઇ ગયો... કારણકે નવા લોકો અને નવી જગ્યાને મારા મનની આંખોથી જોવું ગમે છે. લગભગ બીજા બે કલાક લાગશે એવું મને લાગ્યું કારણકે મુંબઈમાં એન્ટર ન’તા થયા. અને ટ્રેન થોડી લેટ હતી. ફાઈનલી, નવા નેચરનો સ્વાદ ચાખતા ચાખતા અમે પહોચ્યા આમ્ચી મુંબઈના સ્ટેશન પર. અને પછી મારી આંખો અને મનનો કેમેરો શરુ થઇ ગયો... નવા લોકો નવી જગ્યા સાથે બાફથી ભરપુર વાતાવરણ. એકવારનું મને એમ પણ લાગ્યું કે સાલું આ ગરમી મને જ કેમ લાગે છે, અહિયા ઉભેલા લોકો તો આરામથી ઉભા છે! મોઢા પર પરસેવાની એક બુંદ નહિ?? આદત પડી ગઈ હશે ... ;)
પછી માંડ માંડ લાઈનમાં ઉભા રહીને લોકલ પકડી , અંધેરી તરફની... અહીયાની લોકલ ટ્રેન મુંબઈનો સાચી એટીટ્યુડ તમને ચખાડેછે. કારણકે લોકલ ટ્રેન સ્ટેશન પર માંડ ૩૦ સેકંડ ઉભી રહે છે. જો ૩૦ ની ૩૧ સેકંડ થઇ એટલે જીવન નામની લોકલ ટ્રેન આગળ ચાલવા લાગશે અને તમે એજ જગ્યાએ રહી જશો. એટલે તરત ટ્રેનમાં ચઢી જજો. તો જ “આગળ આવી શકશો.”
અને જે લોકો પહેલી વાર આવે છે એ લોકો માટે લોકલ ટ્રેનના કીડીયારમાં ચડવું સખત અઘરો ટાસ્ક બની જાય.
એમાં પણ જયારે તમારા બધા ફ્રેન્ડ્સ ટ્રેનમાં ચઢી જાય અને તમે રહી જાઓ એ જ સ્ટેશન પર ત્યારે જોવા જેવી થાય ... એક તો નવું સીટી, એમાં જાણીતા લોકોતો આગળ જતા રહ્યા હોય, કંઈજ ખબર હોય નહિ કે ક્યાં જવાનું છે, ત્યારે શું કરવું એ ખબર ના જ પડે ! તોય મનમાં નવું સીટી નવી જગ્યાનો જે ઉંમંગ હતો એને એકઠો કરીને પાછળ એક નવિ ટ્રેન આવી રહી હતી એમાં ‘જય’ હો કરીને ચઢી ગયો... ઓછી ભીડ હતી એટલે વાંધો તો ના આવ્યો પણ અચાનક યાદ આવ્યું કે ટ્રેનની ટીકીટ તો મારી જોડે છે જ નહિ.. અને નવી ટીકીટ લેવાનો સમય હતો નહિ... તોય, જે થશે એ જોયું જશે એમ કરીને આપણે બેસી ગયા ... ;)
મનમાં ટીકીટ ચેકરનો ડર અને સાથે હિંમતનો ફોર્સ... જબરું દ્વન્દ્વ્ યુદ્ધ હતું એ ... છતાં હું મારા ડેસ્ટીનેશન પર પહોચી ગયો. એટલે મુંબઈની જીંદગી તમને પછાડે છે પણ જો તમે એ જ પછડાટને સમજીને હિંમત સાથે આગળ વધો તો એ મજાથી આવકારે છે :)
સાથે ગોવા જવા માટે પણ બધું બધી લોકલ ટ્રેન પકડવાની અને બદલવાની હતી, પણ વરસાદ કહે કે “બક્કા,જરા મારો સ્વાદ તો ચાખતા જાઓ” એટલે ટ્રેન ચુકી ગયા. લગભગ ૪૫ મીનીટના અંતરે અમારી બીજી ટ્રેન હતી જેને આવતા અડાડો કલાક તો લાગી જ જાત તો અમે બધાએ વિચાર્યું કે અમુક અંતર સુધી જતી ટ્રેન્સ પકડીને ફાઈનલ સ્ટેશન પર પહોંચી જઈએ , અમુક માન્યા અને અમુક ત્યાંજ રાહ જોતા ઉભા રહી ગયા. અમારા જેવા લોકો જે માની ગયા એ ફાઈનલ સ્ટેશન પર ૧૦ મીનીટ પહેલા પહોંચી ગયા અને બાકીના લોકો ત્યાંજ રહી ગયા. એટલે મુંબઈની લોકલ ટ્રેન્સ એ પણ શીખવે છે કે જીવનમાં બહુ રાહ નહિ જોવાની, ચાલતા રહેવાનું , આગળ વધતા રહેવાનું. જો તમારા પગ અને મારી ગતિ ઉપર ટ્રસ્ટ રાખશો તો પહોચી જશો, નહિ તો રહી જશો.
વાત કરીએ મુંબૈયા લોકોની... એ લોકો શ્વાસ લે છે કે નહિ એ મારા માટે એક મહત્વનો સવાલ છે... એક જગ્યાએ ઉભા રહે તો નામ બદલી નાખું... પોતાના કામમાં અને ચોક્કસ જગ્યાએ પહોચવામાં મસ્ત આ સીટીના લોકોના ફેસ ઉપર કોઈ હાવભાવ ના હોવા છતાં ઘણા સવાલો અને સાથે ઘણી આશાઓ હોય છે. એમનું એકદમ દરિયા જેવું... શાંત છતાં તોફાની, જે પણ આપો એ મનમાં ભરીને લઇ જાય. મુંબઈનો દરિયો સાક્ષાત ના જોઈ શક્યો થેંક્સ ટુ રેઈન અને કામ... છતાં જે ફ્લેટમાં રોકાયા હતા ત્યાંથી લગભગ મુંબઈને જોઈ શક્યો એટલે મજા પડી ગઈ.
સાથે સાથે અહિયા લોકો ગમે તેટલા સ્ટેટસ વાળા હોય પણ લોકલમાં જ સફર કરે છે કારણકે એક તો સાવ સસ્તી છે પ્લસ મુંબઈ નો ટ્રાફિક એટલે વાહ વાહ ! એક જગ્યાએ ટ્રાફિક જામ થાય એટલે સમજી લેવું કે ૩ કલાક “સફર” કરશો.
નવા નવા લોકોને અહીનો વરસાદ ગમે , પણ અહી રહેતા લોકો માટે તો એ ગરમીમાં શાવર છે... ;)
બાકી તો આ સીટી કોઈ એક જગ્યાએ તમને ઉભા ના રહેવા દે, ક્યાંતો તમને બાજુમાં ફંગોળી દે કારણકે દરેકને બહુ જલ્દી છે ક્યાં તો એ તમને એમની સાથે દોડતું કરી દેશે... અને એમજે મને મુંબઈનો એટીટ્યુડ અમુક અંશે આકર્ષે છે અને દરિયો મને હમેશા એની અંદર ખેંચતો હોય છે. એટલે મુંબઈની આ નાનકડી સફર મને મુંબઈને “આમચી મુંબઈ” કહેવા મજબુર કરી ગઈ... આ સીટી જોડે તમને આપવા માટે ઘણું છે, બસ એની શીખ રૂપી પછડાટને પામવા રેડી થઇ જાઓ તો આ સીટી ગમી જશે. :)
કીપ મુસ્કુરાના માનવની નજરે. ;)
https://www.facebook.com/manavninajare

Thursday, January 12, 2012

આજના જુવાનીયાઓ તો બહુ બગડી ગયા છે!!

૧૨મિ જાન્યુઆરી. સ્વામી વિવેકાનંદ જયંતી. નેશનલ યુથ ડે.
પણ મોટાભાગના યુથને આજનો દિવસ ખ્યાલ નહિ હોય એવી આશા છે. 
ઓલવેઝ યંગ રહેલ વ્યક્તિ જેમને લોકોને એક અનેરા ઉત્સાહ સાથે દરેક કામ કરવાની પ્રેરણા આપી, "ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહો"
****
આવી કેટલી બધી વાતો ઘણા બધા કહેવાતા મોટા લોકો કરશે અને આજના યુથને "ઇન્સ્પયાર" કરશે. અને યુથ કેટલું ઇન્સ્પિરેશન લેશે એતો આપણે સૌ જાણીએ જ છીએ.
આજના યુથને બહુ અલગ નજરથી જોવામાં આવે છે.
આવા ડાયલોગ તો તમે સાંભળ્યા જ હશે:"આજકાલના જુવાનીયાઓ તો સાવ બગડ્યા છે, ખરાબ રવાડે ચઢ્યા છે. ખબર નહિ શું થશે આમનું? અમારા જમાનામાં તો આવું કંઈ ન'તું. અમે તો બહુ સરસ રીતે પોતાની જુવાનીનો ઉપયોગ કર્યો હતો"(જે લોકોએ એમની જુવાનીનો સરસ ઉપયોગ કર્યો હોય છે એમને આ બધું બોલવાની જરૂર પણ નથી પડતી. એમનું કામ જ બોલતું હોય છે)
નો ડાઉટ આજના અમુક યુવાનો ખરાબ રસ્તે ચઢ્યા છે અને એની ઘણી અસરો આખા સમાજે અને એમણે ભોગવવી પડે છે. પણ જે યુથ ખરેખરમાં સારું છે એની સરાહના તો કોઈ કરતુ નથી. આજનું મોટાભાગનું યુથ એનજીઓમાં કાર્યરત છે. શોખ ખાતર, સારી ભાવનાથી કે ટાઈમઓંસ માટે પણ યુથ સારા કામ કરે જ છે. નાની ઉમર થી કમાવવાનું શરુ કરે છે પોતાના ખર્ચાઓ પ્રત્યે "થોડાઘણા" જાગૃત બન્યા છે, થોડા સ્વછંદ બન્યા છે પણ એમને મેનેજ કરવા અઘરા કામ જેવું નથી. ઉમર પ્રમાણે થોડી વહેલી મેચ્યોરીટી આવી છે, જે અમુક અંશે થોડું નેગેટીવ પણ મોટાભાગે પોઝીટીવ રીઝલ્ટ દેખાડે છે.
મૂળ મુદ્દો અહી એ છે કે લોકો યુથને બહુ નેગેટીવ નજર થી જુએ છે. એક વાર જે યુથ સારું કામ કરે છે એને તો જુઓ. દરેક માણસમાં કંઇક અલગ કરવાની ક્ષમતા હોય જ છે, બસ આપણે એને માત્ર "બગડી ગયા છે" એમ બોલીને છૂટી જઈએ છીએ.
જો તમને ખરેખરમાં લાગતું જ હોય કે યુથ બગડ્યું જ છે તો એમને સુધારવાની એક નાનકડી પહેલ કરવી એ પણ તમારી જવાબદારી છે. માત્ર ગાળો આપીને છૂટી જવું એ તો ખુદ નમાલાપણું છે. દરેક યુથને સારા માર્ગે કે સાચા માર્ગે વાળવું એ જવાબદારી એજ વ્યક્તિની છે જે એમને "બગડેલા" કહે છે. યુથ સારું જ છે અને એક નવા નજરીયાથી આવ્યું છે માત્ર વર્ઝન ચેન્જ થયું છે. એ નવા વર્ઝનમાં આપણે ખુદે ફીટ થઈને એમને સારા અને સાચા માર્ગે વાળવાના છે. જો તેઓ સારા માર્ગે છે તો જરૂરી છે કે એમને મોટીવેશન આપીએ કારણકે આપણે ટીકા કરવામાં એક્સપર્ટ છીએએ પણ કોઈને સારા કામ માટે મોટીવેટ કરવામાં બહુ પાછા પડીએ છીએ.
આજનો યુથ ડે માનવની નજરે. ઉજવીએ હંમેશ માટે,પછી યુથ માટેનું કમ્પ્લેન બોક્સ બંધ થઇ જશે. :) સ્વામી વિવેકાનંદની જન્મજયંતીના દિન ઉપર એક નવા નજરિયાથી આજના યુથને આગળ વધારીએ.

Monday, January 9, 2012

મારા જીવનની એક માત્ર ગર્લફ્રેન્ડ એટલેકે મારી મમ્મીનો જન્મદિન :)

આજે મારા જીવનની એક માત્ર ગર્લફ્રેન્ડ એટલેકે મારી મમ્મીનો જન્મદિન છે. એક નાનકડા બીજમાંથી માનવ બન્યો એ મારા મમ્મીને કારણે. મારા જીવનની એક વાત શેર કરીશ અહી, સાહિત્ય બાબતે જેટલું જ્ઞાન છે, જે પણ કાવ્ય રચનાઓ હું ક્યારેક કરું છે, ઇન શોર્ટ આપની સામે માનવ છે એ મારા મમ્મીને કારણે જ છે. કારણકે મમ્મી પહેલાથી વાંચન બાબતે ખુબ જ ઊંડી રુચિ ધરાવે છે. ઈંગ્લીશમાં કહું તો વોરેશીયસ રીડર. એમનો વારસો મને મળ્યો છે એમ કહું તો પણ ચાલે.
હું સ્કુલમાં હતો ત્યારની વાત છે, ગુજરાતીમાં નિબંધ આવતો "માતૃપ્રેમ". અમારા ટીચર અમને નોર્મલ નિબંધ લખાવતા અને એને મોઢે કરીને પરીક્ષામાં લખવાનું રહેતું. છતાં મને એ નિબંધમાં કઈ ટપ્પો જ ન પડે. મને પહેલેથી જ આદત છે "ન ગોખવાની". જેટલું સમજ્યા એને પોતાના શબ્દોમાં લખવાનું. કઈક યુનિક કરવાનું. જયારે પણ હું આ નિબંધ લખું એમાં શબ્દો અને વાક્યો થોડા અલગ હોય પણ કેન્દ્ર સ્થાને એક જ વ્યક્તિ હોય એ "મારી માં". નિબંધની શરૂઆત કરું એ પહેલા મમ્મીને મનમાં નિહાળું અને લખતો જાઉં. એમ કરતા કરતા ૧૦ પાના ભરાય પણ નિબંધ પુરો ના થાય. છેવટે ઘડિયાળને ધ્યાનમાં રાખીને નિબંધ પૂર્ણ કરતો. કારણકે જે વ્યક્તિ જ ખુદ એક અવિરત પુસ્તક છે એના વિષે નિબંધ લખવો તો કાઈંજ નથી. મેં હમેશા જોયું છે કે મમ્મીને હમેશા એના બાળકો દુનિયાના સૌથી દેખાવડા બાળક લાગતા હોય છે. ગમે તેવી તકલીફ કેમ ન હોય હમેશા બાળક માટે એમને ભાવતું ખાવાનું બનાવી આપવા તત્પર હોય એ માં.
ગઈકાલે આઈ.એન.ટી ના ડ્રામા જોવા ગયો હતો એમાં પણ એક દરમાં મમ્મી અને બાળક ઉપર હતું. અને એના જ અડધો કલાક બાદ મમ્મીન જન્મદિન. એકઝેટ ૧૨ વાગે કેક લઇ જઈને વીશ કરીને સરપ્રાઈઝ આપવાનું અને એમના ફેસ ઉપરની સ્માઈલ જોઈને પ્રેમમાં પડી જવું, આ મારું સૌથી પ્રિય કામ મેં રાત્રે ૧૨ વાગે કર્યું.
મેં ક્યાંક વાંચ્યું હતું કે તમારા જીવનનો સૌથી પહેલો પ્રેમ એ તમારી માતા છે. પણ માનવના મતે દુનિયામાં સૌથી પહેલો અને છેલ્લો પ્રેમ પણ માતા જ છે. આજકાલના લવ રીલેશનમાં છોકરો કે છોકરી જો એના પાટનરને થોડો ઓછો પ્રેમ કરશે તો તરત બીજી બાજુના પ્રેમમાં ઓટ આવવા લાગશે. પણ મમ્મીનો પ્રેમ તો હમેશા હૃદયમાં ભરપુર હોય છે. આપણે ગમતેટલા ગુસ્સે હોઈએ, ગમે તેમ બોલીએ છતાં મમ્મીના પ્રેમમાં ક્યારેય ઓટ નથી આવતી.
આવો અનકન્ડીશનલ લવ તો મમ્મી જ કરી શકે એ વાત માં જરા પણ અતિરેક નથી. થોડા સમય પહેલા મેં એક બુક ખરીદી જેનું ટાઈટલ છે "આઈ લવ યુ મમ્મી". અલગ અલગ લેખકો અને વ્યક્તિઓના માતૃપ્રેમ નું એક સંપાદન છે એ બુક. અચૂકથી વાંચજો. માતા, મમ્મી,મોમ જેવા અલગ અલગ રૂપ તમને આ બુકમાં વાંચવા મળશે.
તમે માં કહો કે મમ્મી કહો કે મોમ કહો કે મારી જેમ નામથી બોલાવો મમ્મી તો મમ્મી જ રહેશે.
આખો દિવસ સખત કામ કરીને રાત્રે તમે જયારે મોડા ઘરે આવો ત્યારે રસોડામાં ગરમ ગરમ રોટલીઓ ડબ્બામાં પડી હોય એને જ માં નો પ્રેમ કહેવાય.
મારા દોસ્તો મને ઘણી વાર મને પૂછે છે કે "ગલફ્રેન્ડ છે કે નહિ?"
હું કહું હા , છે ને. જન્મ્યો ત્યારથી મારી એક જ ગલફ્રેન્ડ છે અને એ છે "મારી માં". માય વન એન્ડ ઓન્લી ગર્લફ્રેન્ડ. "હેપ્પી બર્થ ડે માં" લવ યુ અ લોટ. :) કીપ મુસ્કુરાના માય લવ.♥

Saturday, January 7, 2012

પાણી ઢોળી દો

ઈમેજીન કરો. તમે રસ્તામાં વેહિકલ ચલાવી રહ્યા છો. તમે ચાર રસ્તે સિગ્નલ રેડ હોવાથી રોકાઓ છો.
તમારી એકઝેટ બાજુમાં એક ભાઈ આવે છે અને એમના મોઢામાં ભરેલા “મસાલાનો સ્વાદિષ્ટ રસ” રસ્તા ઉપર થૂંકે છે. કેવું લાગે? ચાલો આ જ વાતને બીજા ઉદાહરણ દ્વારા કહું.
થોડા સમય પહેલા ટીવીમાં એક એડ જોઈ હતી જેમાં બે મિત્રો ગાડીમાં બેઠા હોય છે બંને વાત કરતા હોય છે, એક મિત્ર મોઢામાં મસાલો ભરીને બેઠો હોય છે. અચાનક ભાઈને થૂંકવાની ઈચ્છા થાય છે ગાડીનો કાચ ખોલીને રસ્તામાં થૂંકવા જ જતો હોય છે ત્યાંજ એનો ફ્રેંડ એને રોકીને કહે છે કે “ઓયે મેરે રાસ્તે મેં કયું થુંક રહા હૈ?”
પેલા ભાઈ હસતા હસતા કહે છે કે “કયું તુને એ રસ્તા ખરીદ કે રખા હૈ ક્યાં?”
મિત્ર કહે”હા , મેં ઇસ રસ્તે કે મેન્ટેનન્સ કા ટેક્સ ભરતા હું. તો એ રસ્તા મેરા હુઆ. મેં તુજે ઇસ્કો ખરાબ નહિ કરને દુંગા ક્યુંકી એ મેરા રસ્તા હૈ. તું ઇસે ખરાબ કર રહા હૈ ક્યુંકી એ તેરા નહીં હૈ, હૈના?”
પેલો તરત સમજીને મોઢામાં જ ભરી રાખે છે. 
આપણે ૨૧મી સદીમાં જીવીએ છીએ છતાં કામ તો આદિમાનવ કરતા પણ બદતર કરીએ છીએ. મને સૌથી વધારે નફરત એ લોકથી છે જે લોકો રસ્તા ઉપર થૂંકે છે. જગ્યા જોઈ ન જોઈ શું ફરક પડે છે? કોના બાપની દિવાળી? થૂંકો! આપણો જ રોડ છે ને ? 
મોઢામાં બિચારો મસાલો ચવાઈ ચવાઈને થાકી ગયો હતો તો ચાલોને એને થોડી સેર કરવી દઈએ એમ વિચારીને લોકો ગમે ત્યાં થૂંકી દે છે. જે જગ્યાએ થૂંકે છે એ જગ્યા તો ગંદી કરે જ છે સાથે સાથે કેટલાય રોગોને નિમંત્રણ આપે છે એ અલગ. 
લગભગ ૧૫ દિવસ પહેલાની વાત છે હું મુવી જોઈને પાછો ઓફીસ તરફ જઈ રહ્યો હતો ત્યાં રસ્તામાં એક રીક્ષા મારી આગળ ચાલી રહી હતી. અચાનક જ એમાં બેઠેલા એક પેસેન્જરે એમનું “કોમળ મુખ” બહાર કાઢ્યું અને એજ કોમળ મુખમાંથી “મસાલાના પાણીનો ધોધ વહેવડાવ્યો”, જેવું એમનું ડોકું બહાર આવ્યું એજ સમયે હું સમજી ગયો કે આ ભાઈ શું કરવાના છે એટલે હું ખસી ગયો. પણ મારું મગજ ખસ્યું’તું એટલે રસ્તામાં જ એ ભાઈને રીક્ષામાંથી ઉતાર્યો અને બાઈક એના કારણે ગંદુ થયું હતું એ સાફ કરાવ્યું. હવે એ વાત તો નક્કી છે કે એ આજ પછી રસ્તામાં થુંકતા પહેલા સો વાર વિચાર કરશે. 
પણ પછી માનવને વિચાર આવ્યો કે આવા કેટલા લોકોજોડે બબાલ કરવાની? આવા “કોમળ મુખવાળા” લોકો તો હજારો-લાખોની સંખ્યામાં છે. ત્યારે અચાનક જ એક વિચાર સુઝ્યો જે મેં છેલ્લા અઠવાડીયાથી અમલમાં મુક્યો છે. લોકો પાનમસાલા ખાવાના અને એને ગમે ત્યાં થુંકવાના એમાં કોઈ જ શંકા નથી.
તો માનવે એક પાણીની બોટલ સાથે રાખવાનું શરુ કર્યું જેમાં નોર્મલ નળનું જ પાણી ભરેલું હોય. ચાર રસ્તે જ્યાં પણ કોઈ “મહાન કોમળ મુખી માણસ” તમને એમના “મુખમાંથી જળપ્રવાહ” કરતો દેખાય તરત જ એ જળપ્રવાહ ઉપર એમના જ દેખાતા આપણી પાણીની બોટલમાંથી પાણી એ મસાલા ઉપર ઢોળી દેવાનું . એમાં ગંદકી થતી અટકે છે અને સાથે પેલા કોમળ મુખવાળા ભાઈનો ઈગો પણ હર્ટ થાય છે. કારણકે આપણે એમના એક કામને અટકાવ્યું.”પાન મસાલાથી રસ્તાઓને રંગવાનું કામ”
ઝઘડો કરવાથી આપણો જ મૂડ બગડે છે. એના કરતા આપણે ફ્રેશ જ રહીએ એવું કામ કરવું હોય તો માનવની રાહે ચાલવાનું શરુ કરી દો. જે જગ્યાએ આવા “રંગારાઓ” દેખાય તરત જ એમના કામ ઉપર પાણી ઢોળી દેવાનું. ધીમે ધીમે લોકો સુધરવાનું આપોઆપ શરુ કરી દેશે. ના સુધારે તો પણ ઠીક છે, આપણે આપણા રસ્તા સાફ રાખીએ છીએ એ જ મહત્વનું છે.
આ કામમાં તમે તરફેણ કરો છો કારણકે “તમે ખુદ એ મસાલા અને એની પીચ્કારીઓને ધિક્કારો છો એટલે, સાથે સાથે પોતાના રસ્તા ખરાબ થાય એ કોઈને પસંદ નથી એટલે કરો છો એ વાત ખાસ ધ્યાનમાં રાખીને આ કામ શરુ કરજો.” કારણકે લોકો વાંચીને વાહ વાહ કરશે, કમેન્ટ કરશે અને શેર પણ કરશે. માનવને આ બધું નથી જોઈતું. જે નજરીયો છે એ અપનાવો તો પણ ઘણું છે. મક્કમ મનના ઈરાદા સાથે ઘરેથી નીકળો ત્યારે એક પાણીની બોટલ સાથે જ અને હાથવગી રાખવી. અને બિન્દાસ પાણી રેડી દેવું આવા રંગરાના મોઢેથી થૂંકાયેલ રંગો ઉપર. ભારતમાં રહીએ છીએ એટલે આપણે જ લોકોને સુધારવા પડશે. બહાર રહેતા હોત તો થુંકતા ૧૦૦ વાર વિચાર કરત. કારણકે કે ત્યાં તો દંડ ભરવો પડે ને? અહી તો કોણ બોલવાનું છે. આ બધાને આપણે સુધારવાના છે. એ પણ કઈ બોલ્યા વગર માત્ર એક પગલું ભરીને.”પાણી ઢોળી દો” બાકીનું કામ આપોઆપ થઇ જશે. કરો કંકુના અને રહો મુસ્કુરાના :) માનવની નજરે.
આ અનુભવ અને નવી શરૂઆત આપના દરેક મિત્ર જોડે શેર કરો જેથી આપણે એમાં સફળ થઇ શકીએ. આજે ખરેખરમાં ખ્યાલ આવશે કે કોણ રસ્તા ચોખ્ખા રાખવા માંગે છે. શેરિંગ ઇઝ કેરિંગ. :)

Friday, December 30, 2011

આ વર્ષનું Resolution નક્કી કર્યું?

૨૦૧૧ વર્ષ અંતને આરે છે અને ૨૦૧૨ બાથ ભરવા સામે જ ઉભું છે
રીઝોલ્યુશન એટલેકે સંકલ્પ કરવાની મોસમ પાછી આવી ગઈ, ઘણા લોકો આજે અને કાલે ઘણા બધા સંકલ્પ કરશે કે ૨૦૧૨માં શું કરવું અને શું ન કરવું.
મોટાભાગના લોકો એક સંકલ્પ ખાસ કરતા હોય છે:"આ વર્ષે મારે કોઈ રીઝોલ્યુશન નથી લેવું!"
બહુ સારું રીઝોલ્યુશન છે! કારણકે જે થવાનું નથી એ જ વાતનું રીઝોલ્યુશન લોકો લેતા હોય છે. 
જે આજ સુધી કોઈ કરી ના શક્યું એ રીઝોલ્યુશન લેવાથી ક્યારેય ના થાય.
અને મને આજ સુધી એ વાત સમજાઈ નથી કે લોકો વર્ષના અંતે જ કેમ રીઝોલ્યુશન લે છે?
આવતા વર્ષે નવું ગપગોડું નક્કી કરવા માટે? એટલીસ્ટ એટલા સમય પૂરતું તો એ કુટેવ ઉપર કંટ્રોલ આવશે! જે લોકો ખરેખરમાં પોતાનામાં ચેન્જ લાવવા માંગતા હોય છે એમને આ રીઝોલ્યુશન લેવાની જરૂર નથી હોતી. આજકાલના રીઝોલ્યુશન તો માત્ર પલાયનવૃત્તિ છે એ કામ ન કરવાની અને એને થોડા સમય માટે ટાળવાની.
મોટેભાગે મેં લોકોને એમની કુટેવ ને રોકવા માટે રીઝોલ્યુશન લેતા જોયા છે, અમુક લોકો ખાવાપીવા ઉપર રોક રાખવાનું રીઝોલ્યુશન લેતા હોય છે(કેટલા કલાક માટે એ ખબર નહિ!)
જો રીઝોલ્યુશન લેવા જ હોય તો એક વર્ષ પૂરતા જ કેમ જીવનપર્યંત લેવા જોઈએ.
૧) આખા દિવસમાં કોઈએકને ખુશ કરી શકો એનું રીઝોલ્યુશન.
૨)કોઈ ના મળે તો પોતાને ખુશ રાખવાનું રીઝોલ્યુશન.
૩)જીવનની કોઈ પણ પરિસ્થતિમાં પોઝીટીવ વિચારસરણી રાખવાનું રીઝોલ્યુશન.
૪)ભૂતકાળની પળો સાથે થોડો સમય વિતાવીને કંઇક શીખવાનું રીઝોલ્યુશન.
૫)ક્યારેક "બાળક" બનીને બધું ભૂલવાનું ને મજ્જા કરવાનું રીઝોલ્યુશન.
૬)ભગ્ગુંજી હમેશા આપણી સાથે છે એ ન માનવાની ભૂલ ન કરવાનું રીઝોલ્યુશન
૭)જીવન એક પાર્ટી છે એમાં હમેશા મસ્તીથી નાચીને એન્જોય કરવાનું રીઝોલ્યુશન.
૮)એવા લોકો જેમને ખરેખરમાં તમારી જરૂર છે એમની સાથે રહીને એમને કીપ મુસ્કુરાના કહેવાનું રીઝોલ્યુશન.
૯)આપની અંદરના "માનવ"ને દરેક અનુભવમાં કંઇક નવું અને શીખવા લાયક શોધવા માટે પ્રેરિત કરવાનું રીઝોલ્યુશન.
૧૦)ક્યારેક એકલા ફરવા જઈને પોતાની લાઈફને એકલતામાં નહિ પણ એકાંત સાથે જીવી લેવાનું રીઝોલ્યુશન.
૧૧)ભૂતકાળની કડવી ઘટનાઓ આપણને કંઇક શીખવવા આવી હતી જે ચાલી ગઈ છે એ માનીને એમાંથી કંઇક શીખવાનું રીઝોલ્યુશન.
૧૨)દરેક અનુભવને માનવની નજરે. જોવાનું રીઝોલ્યુશન :)

બોલો હવે કોઈ રીઝોલ્યુશનની જરૂર છે?
નવા વર્ષને આવા રીઝોલ્યુશનથી સજાવી દો અને જીવન નામની પાર્ટીમાં ૨૦૧૨ને જોરદાર નાચીને વેલકમ કરો :)

Tuesday, December 27, 2011

શું કરું યાર મને મારા માટે જ સમય નથી..


અમુક અનુભવ માણસને ઘણું શીખવી જાય છે પણ બધા એમાંથી એકસરખી વાત ગ્રહણ કરે એ જરૂરી નથી. પોતપોતાની સમજદારી અને અનુભવ તરફ જોવાની નજરથી એ નક્કી થાય છે. અમુક લોકો એક અનુભવમાં જ સમજદારી કેળવી લે છે તો અમુક લોકો એકનોએક અનુભવ વારંવાર કર્યા બાદ પણ ઠેરના ઠેર જ રહે છે.
બસ એ જ વાત ઉપર આજનો માનવ અનુભવ શેર કરવા જઈ રહ્યો છું.
***
મારી એક દોસ્ત એની જોબથી કંટાળી ગઈ હતી, ટેલીમાર્કેટિંગની ફિક્સ અવર્સની જોબ, પગાર પણ સારો હતો, છતાં કંટાળી ગઈ હતી. એનું કારણ એક જ છે કે એ ટેલીમાર્કેટિંગની જોબ હતી જેમાં રોજેરોજ કસ્ટમર્સની ગાળો ખાવી પડે. જે એને પસંદ ના આવે. શરૂઆતના સમયમાં તો એક ગાળ સાંભળેને હેબતાઈ જાય. કેટલાય કોલ્સ અવોઇડ કરે અને વાત પણ ડરીને કરે. સમય જતા જતા એને આ બધાની આદત થઇ ગઈ. પણ અંદરથી એ ખુશ ના હતી. હમેશા એક જ ફરિયાદ એના મોઢે સાંભળવા મળે કે મને મારી લાઈફથી અને મારી જોબ થી કંટાળો આવે છે. મારે આ જોબ બદલવી છે.
"મારે જોબ બદલવી છે" આ વાક્ય લગભગ ૫૦૦+વખત બોલી ચુકી હશે પણ જોબ છોડવાનું નામ ના લે. થોડું અજીબ લાગે કે જોબ છોડવી છે છતાં જોબ છોડતી નથી એવું કેવું?
પછી એક વખત શાંતિથી બેસીને વાત કરી. તો ખબર પડી કે એને એક નાનકડો બ્રેક જોઈએ છે. જોબથી તો હવે જરા પણ પરેશાન નથી. પણ કેટલાય સમયથી બ્રેક ના મળવાથી મેડમ કંટાળ્યા હતા, કોલેજમાં જે રીતે એન્જોય કરતા હતા એ રીતે હવે નથી થઇ શકતું, જાણે કે લાઈફ બંધાઈ ગઈ છે .....
બસ આ જ કારણ હતું જેનાથી મારી દોસ્ત થોડી પરેશાન હતી. એ નાનકડી પરેશાનીની અસર એની પર્સનલ લાઈફમાં અને પ્રોફેશનલ લાઈફમાં દેખાતી હતી.
મેં માત્ર એટલું પૂછ્યું કે આ જોબ સિવાય તું બીજું શું કરે છે?
"બીજું તો કઈ નહિ. કારણકે મને હવે પોતાના માટે ટાઈમ જ નથી મળતો, એવું ફીલ થાય છે કે ક્યાંક ભાગી જવું છે એકલા જ રહેવું છે...."
મેં એક જ વાત કહી"કોલેજમાં તને તારી પસંદગીની એક્ટીવીટી કરવા મળતી હતી એટલે તું મસ્ત મિજાજી હતી પણ જ્યારથી તે અહી બાંધીને કામ કરવાનું શરુ કર્યું છે ત્યારથી તું ખુદ જ ખોવાઈ ગઈ છે"
તો હું શું કરું યાર? મને હવે ડ્રામેટિક્સમાં ભાગ નહિ લેવા મળે કારણકે હવે કોલેજ ખત્મ થઇ ગઈ છે(કોલેજ પાસ કર્યા બાદ મોટાભાગના લોકોને થતો પ્રોબ્લેમ)
મેં કહ્યું કે" તું ડ્રામેટિક્સમાં ના જઈ શકે પણ તારા બીજા પણ શોખ છે એને તો તો શરુ કરી શકે ને... જેમકે તને કુકિંગ ગમે છે, ફોટોગ્રાફી ગમે છે, લખવું ગમે છે તો એ બધુ શરુ કર. કારણકે જીવન જેમ જેમ આગળ વધે છે એમ  આપણને ઘણા બધા કામમાં બીઝી કરતો થાય છે અને ત્યારે એક એવો સમય આવે છે જ્યાં આપણને ખુદને પોતાના માટે સમય નથી મળતો, છેવટે આપણે અફસોસ કરીએ છીએ કે ''શું કરું યાર મને પોતાના માટે જ સમય નથી"
***
માનવની નજરે.: જીવનમાં આપણામાંથી મોટાભાગના લોકોને પોતાના માટે જ સમય નથી મળતો. જે એક છુપું સત્ય છે. આપ જયારે શાંતિથી બેસીને વિચારશો ત્યારે એ છુપું સત્ય પ્રગટ થઇ જ જશે. આપણે જીવન તો પોતાનું જીવીએ છીએ પણ જીવીએ છીએ બીજા માટે.
હમેશા પોતાના માટે એકાદ કલાક ફાળવવાનું રાખો. એમાં તમે બંધ કરેલી એક્ટીવીટીને શરુ કરી શકો. પોતાના શોખ પુરા કરી શકો. અને આ એક કલાકમાં પોતાની જીંદગી જીવી શકો.
હવે એક જ કામ કરવાનું રહે, એ કામ એ છે કે આજે બેસીને નક્કી કરીએ કે પોતાના કામ મતે કે શોખ માટે આપણે કેટલો સમય ફાળવી શકીએ, અને એ પ્રમાણે ટાઈમ ટેબલ તૈયાર કરો અને જીવી લો પોતાના દિવસનો એક કલાક પોતાના માટે. પછી ક્યારેય જીવનથી કે કોઈપણ કામ થી અકળાવવાનો વારો નહિ આવે. પોતાની જીંદગી પોતાના માટે નથી જીવી રહ્યા એ રીયલાઈઝ કરાવવા માટે એક અનુભવ જ કાફી છે, એ અનુભવને જીવનમાં ઉતારી તો જુઓ. યુ વિલ ફ્લાય ઇન યોર લાઈફ વિથ અ સ્માઈલ... કીપ મુસ્કુરાના દોસ્ત :)

Monday, December 26, 2011

હોહોહોહોહોહો મેરી ક્રિસમસ !

મેરી ક્રિસમસ દોસ્તો....
આજે બધા લોકો આ વાક્ય બોલીને એકબીજાને ઈસુ ખ્રિસ્તના જન્મની શુભેચ્છાઓ પાઠવે છે અને ચર્ચમાં પ્રાર્થના કરે છે. પણ મોટાભાગના લોકોને આ દિવસ કેમ મનાવવામાં આવે છે એની જાણ નથી, જાણેકે "મેરી ક્રિસમસ" કહેવાનો એક ટ્રેન્ડ બની ગયો છે.
લગભગ ચોથી સદીમાં સંત નિકોલસના અવતારને સાન્તાક્લોઝ માનવામાં આવે છે. સંત નિકોલસને બાળકો ઘણા પસંદ હતા, અને ઈસુ ખ્રિસ્તના જન્મદિનના પાવન દિવસે તેઓએ બાળકોને ગિફ્ટ્સ આપીને ખુશીઓ આપવાની શરૂઆત કરી હતી.
જાડું અલમસ્ત શરીર,લાંબી સફેદ દાઢી-મૂછો, લાલ કપડા, અને ગોલ્ડન ચશ્માં. જ્યારે બરફ પડતો હોય ત્યારે એમની હરણ વાળી પાલખીમાં હોહોહોહોહોહો મેરી ક્રિસમસ કેહતા કેહતા ખુશીનો વહેચણી કરતા જાય.
સાન્તાક્લોઝનું જીવન ઘણી કલ્પનાઓ, અમુક સત્ય આધારિત ઘટનાઓ, ક્રિસમસની કમાલ અને બાળકોની ખુશી, આ સૌનું મિશ્રણ છે જેમાં માત્ર "કીપ મુસ્કુરાના"નો સંદેશ છે :)
યાદ છે જયારે આપણે નાના હતા ત્યારે ૨૪મિ ડીસેમ્બરની રાતે સુતા સમયે તકિયા નીચે મોજું રાખતા હતા, અને જયારે આપણે સુઈ જઈએ એટલે મમ્મી પપ્પા સાન્તાક્લોઝ બનીને આવે અને એ મોજામાં આપણી બાળ ફરમાઈશો વાંચીને હસે અને આપણને ગીફ્ટ આપીને ચાલ્યા જાય, ત્યારથી આપણે માનતા થઇ જઈએ કે સાન્તા ક્લોઝ તો સાચેમાં આવે છે, પણ આપણા ત્યાં તો ચીમની જ નથી તો ઘરમાં કેવી રીતે આવી ગયા અને જતા રહ્યા? બસ આમ જ આપાને કલ્પનાના ઘોડા દોડાવીએ છીએ. બસ હવે ફરક એ છે કે કલ્પનાના ઘોડામાં આપણે થોડા મોટા થઇ ગયા છીએ અને "નાના હતા ત્યારે આવું કરતા હતા" એ વાત ઉપર હસીએ છીએ.
આજે એક કામ કરીએ.. આપણે ખુદ સાન્તાક્લોઝ બનીએ. એનો પહેરવેશ ધારણ કરવાની જરૂર નથી પણ જેમ સાન્તા ક્લોઝ બધાને ખુશ રાખતા હતા ગિફ્ટ્સ આપીને એમ આજે આપણે પણ સાન્તા ક્લોઝ બનીને ખુશીઓ વેચવાનો પ્રયત્ન કરીએ. આજે આપણે ઘણી જગ્યાએ બહાર જઈશું, શુભેચ્છાઓ પાઠવીશું તો સાથે એક કામ એ કરીએ કે જરૂરતમંદ ગરીબ બાળકોને આજે રાતે કોઈ ગીફ્ટ આપીએ, જે લોકોને ખરેખરમાં કંઇક જરૂર છે એ આપીએ, સારું કામ કરવાની શરૂઆત કરીએ. અનાથાશ્રમના બાળકો, સ્પેશિયલી એબલ્ડ કિડ્સ સાથે સમય વિતાવીને એમને ખુશી આપીએ. જેમકે આજે હું અમુક ઓર્ફનેજમાં અને ઓલ્દેજ હોમમાં સમય વિતાવીને એ વ્યક્તિઓને ખુશી વહેચવાનો એક નાનકડો પ્રયાસ કરવાનો છું જે હું છેલ્લા ૫ વર્ષ થી કરી રહ્યો છું. આજે આપ પણ આં કંઇક કરીને સાન્તાક્લોઝ બનો, અને રહો કીપ મુસ્કુરાના :) માનવની નજરે. મેરી ક્રિસમસ :)